Gadar 2 Review: સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ આજે સ્ક્રીન પર આવી ગઈ છે, જાણો દર્શકોનું શું કહેવું છે, જુઓ Video

| Edited By: | Updated on: Aug 11, 2023 | 5:01 PM

22 વર્ષ પહેલાં 2001ના રોજ જૂની ગદર ફિલ્મ રીલીઝ થઈ હતી. 22 વર્ષ બાદ ગદર 2 ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક્શન અને રોમાન્સથી ભરપૂર હોવાનું દર્શકોનું કહેવું છે. જાણો શું કહેવું છે દર્શકોનું ગદર 2ને લઈ

‘ગદર 2’ 11 ઓગસ્ટે આજે રિલીઝ થઈ ગઈ છે. સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકો તારા સિંહ અને સકીનાની લવસ્ટોરીને ફરીથી સ્ક્રીન પર જોવા પહોંચી ચૂક્યા છે. ત્યારે આ ફિલ્મના પ્રથમ શો માં જ દર્શકોએ ફિલ્મના ખૂબ વખાણ કર્યા હતા. આ ફિલ્મ એક્શન અને રોમાન્સથી ભરપૂર હોવાનું દર્શકોનું કહેવું છે.

આ પણ વાંચો : બુટા સિંહની રિયલ લાઈફ love storyથી પ્રેરિત છે તારા સિંહ અને સકીનાની ફિલ્મ ગદર

મહત્વનુ છે કે 22 વર્ષ પહેલાં 2001ના રોજ જૂની ગદર ફિલ્મ રીલીઝ થઈ હતી. 22 વર્ષ બાદ ગદર 2 ફિલ્મ રિલીઝ થઈ છે. બને ફિલ્મના દર્શકોએ વખાણ કર્યા. પહેલી ફિલ્મમાં શની દેઓલ પાકિસ્તાનમાં પત્નીને લેવા જાય છે. ગદર 2માં શની દેઓલ પુત્રને લેવા પાકિસ્તાન જાય છે. દર્શકોનું કહેવું છે કે પહેલી ફિલ્મમાં હેન્ડ પમ્પ ઉખાડે છે જ્યારે ગદર 2માં હેન્ડ પમ્પ જોઈ પાકિસ્તાન ડરી જાય છે.

બને મુવી અલગ અને સારી હોવાનું દર્શકોએ જણાવ્યુ છે. પાકિસ્તાન અને ભારત સાથે મળી રહે તે સંદેશ આપતું ફિલ્મ માં દર્શાવવામાં આવ્યું છે. થિયેટર માથી બહાર નીકળતા ની સાથે જ લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો