Gujarat માં આ તારીખથી આયુષ્યમાન કાર્ડમાં રૂપિયા 10 લાખ સુધીની સહાય મળશે, જુઓ Video

|

Jul 05, 2023 | 7:12 PM

પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે 10 લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થશે.

Gandhinagar: ગુજરાતમાં (Gujarat) આયુષ્યમાન કાર્ડ (Ayushman Card)ધારકો માટે સારા સમાચાર મળી રહ્યાં છે..હવે આયુષ્યમાન કાર્ડધારકોને 10 લાખ રૂપિયા સુધીની સહાય મળશે.કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.78 કરોડ આયુષ્માન કાર્ડધારકોને લાભ મળશે.આ અંગે માહિતી આપતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે હવે 5 લાખને બદલે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખની સહાય મળશે.

આ પણ  વાંચો : ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્સી શરૂ કરનાર ઠગની પોલીસે કરી ધરપકડ

આ સહાય 11 તારીખથી ચૂકવવાની શરૂઆત કરાશે…પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે 10 લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:01 pm, Wed, 5 July 23

Next Video