Kheda : ત્રાજ ગામમાં વારંવાર વીજળી ગુલ, ગ્રામજનોએ MGVCLની ઓફિસે પર કર્યો હોબાળો, જુઓ Video
ખેડાના ત્રાજ ગામમાં વીજળીની સમસ્યા અંગે હોબાળો થયો છે. ગ્રામજનોએ MGVCLની ઓફિસ અને સબ સ્ટેશન પર હંગામો કર્યો છે. MGVCL લાલીયાવાડી ચલાવતા હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે.
MGVCL : ખેડાના ત્રાજ ગામમાં વીજળીની સમસ્યા અંગે હોબાળો થયો છે. ગ્રામજનોએ MGVCLની ઓફિસ અને સબ સ્ટેશન પર હંગામો કર્યો છે. MGVCL લાલીયાવાડી ચલાવતા હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. વારંવાર વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદ કરવા છતાં સાંભળતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લીંબાસી પોલીસે MGVCLની ઓફિસે પહોંચી મામલો થાળે પાડ્યો છે.
જૂનાગઢના વંથલીમાં વીજ કર્મચારી પર હુમલો
તો બીજી તરફ જૂનાગઢ ના વંથલીના ખોરાસા ગામે વીજ કર્મચારી પર હુમલાની ઘટના સર્જાઈ છે. વીજ કર્મચારી વીજળીની સમસ્યા દૂર કરવા માટે વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં અજાણ્યા શખ્શે વીજ કર્મચારી પર હુમલો કરી દીધો હતો. આરોપી અજાણ્યા શખ્શે વીજ કર્મચારીને ઢોર માર માર્યો હતો.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો
Latest Videos