Kheda: વડતાલમાં આજે અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારિણીની બેઠક, અધ્યક્ષ નૌતમ સ્વામીએ લહ જેહાદ મુદે કરી વાત, જુઓ Video
ખેડાના વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારિણીની બેઠક યોજાશે, જેમાં સમગ્ર રાજ્યમાંથી 127 હિન્દુ સંપ્રદાયના સંતો બેઠકમાં ભાગ લેશે. હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધીરેન્દ્ર શાસ્ત્રીના રાગ પર નૌતમ સ્વામીએ નિવેદન આપ્યું છે.
Kheda: વડતાલમાં આજે અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારિણીની બેઠક મળવા જઈ રહી છે. જેમાં હિન્દુ સંપ્રદાયના 127 સાધુ-સંતો જોડાવાના છે. આ બેઠકમાં કયા કયા મુદ્દા પર ચર્ચા થશે અને હિન્દુઓને શું સંદેશ આપવામાં આવશે તેને લઈ સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ TV9 સાથે વાતચીત કરી. સાંભળો તેમણે શું કહ્યું.
આ પણ વાંચો : ખેડામાં વિનાશક વાવાઝોડામાં ખેતીને ભારે નુકસાન, 300 વીઘામાં કેળનો ઉભો પાક વિનાશક વાવાઝોડામાં ઢળી પડ્યો
ખેડાના વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં લવ જેહાદને રોકવા, ધર્માંતરણ તેમજ ગૌવંશની કતલને રોકવા સહિતના મુદ્દાઓ પર ઠરાવ પસાર કરવામાં આવ્યો. સંત સમિતિની કાર્યકારિણીની બેઠકમાં વિવિધ હિન્દુ સંપ્રદાયના 127 જેટલા સાધુ સંતો જોડાયા. બેઠકમાં સંતોએ સતત વધતી જતી લવ જેહાદની ઘટનાઓ મુદ્દે ચિંતા વ્યક્ત કરી.
સાધુ સંતોએ જણાવ્યું કે હાલના સમયમાં વિધર્મી યુવકો લોભ-લાલચ અને છળકપટથી હિન્દુ દીકરીઓને ફસાવે છે. તેને અટકાવવા હિન્દુઓને તેમના ઘરમાં દીકરીઓને સનાતન ધર્મના સંસ્કારોનું પાલન કરાવે. બીજી તરફ સમલૈંગિક વિવાહ મુદ્દે સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીમાં પક્ષકાર બનેલી અખિલ ભારતીય સંત સમિતિને પણ યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે તેવી માગ સંતોએ કરી છે.
ખેડા જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો