વડોદરા: વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરશે કેસરિયા, કોંગ્રેસ-આપ સહિતના 10 હજાર કાર્યકરો પણ ભાજપમાં જોડાશે
ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, રામ મંદિર અને PM મોદીના કામથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. એક લાખ કરતા વધુ મતથી વાઘોડિયાની પેટાચૂંટણી જીતવાનો પણ તેમણે દાવો કર્યો છે. તો ધર્મેન્દ્રસિંહ ઉપરાંત કોંગ્રેસ, આપ સહિત અન્ય પક્ષના 10 હજાર કાર્યકરો ભાજપમાં જોડાશે.
વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેસરિયા કરશે. બુધવારે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયાના વિકાસ માટે ભાજપમાં જોડાવાનો દાવો કર્યો છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, રામ મંદિર અને PM મોદીના કામથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. એક લાખ કરતા વધુ મતથી વાઘોડિયાની પેટાચૂંટણી જીતવાનો પણ તેમણે દાવો કર્યો છે. તો ધર્મેન્દ્રસિંહ ઉપરાંત કોંગ્રેસ, આપ સહિત અન્ય પક્ષના 10 હજાર કાર્યકરો ભાજપમાં જોડાશે.
આ પણ વાંચો સાંસદ સામે પોલીસ ઢીલી પડી ! રંજન ભટ્ટ પોણા બે કલાકમાં અકસ્માત કરનારેને છોડાવી ગયા, જુઓ Video