વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા ખાતે યોજાયેલા RSSના પ્રશિક્ષણ વર્ગમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ હાજર રહ્યા હોવાની વાતને લઈ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. RSSના પ્રશિક્ષણ વર્ગના ઉદઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા અને તેમના દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. જે વાતને લઈ પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા અને તેમને પાર્ટી માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વડોદરા શહેરમાં 22 જેટલા વડને ઈકો ફ્રેન્ડલી કલર અને કોટન કાપડથી સુશોભિત કરાયા, જુઓ Photos
વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. સુરેશ પટેલને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આર.એસ.એસના કાર્યક્રમમાં હાજરી અને પ્રવચન આપવા બદલ સુરેશ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આર.એસ.એસ.નો કાર્યક્રમ હરણીની સિગ્નસ સ્કૂલમાં યોજાયો હતો. 8 મેના રોજ આર.એસ.એસ.ના પ્રશિક્ષણ વર્ગમાં અતિથિ તરીકે હાજરી આપી હતી. જે બાદ સુરેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિગ્ગજ નેતા વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહીને લઈ પાર્ટીમાં હલચલ મચી છે.
(with input : yunus gazi)
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:34 pm, Wed, 17 May 23