Gujarati Video : તાપી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સભ્યને પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, લાંચ કેસમાં ઝડપાયા હતા
શિક્ષણ સમિતિના ચેરમેન સરિતા વસાવાને ભાજપ માંથી સસ્પેન્ડ કરાયા છે. તેમને જિલ્લા ભાજપના પ્રમુખે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. તેમની પર ગંભીર પ્રકારનો ગુનો દાખલ થતાં સસ્પેન્ડ કરાયા છે.
ગુજરાતના(Gujarat) તાપી(Tapi) જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સભ્ય દ્વારા લાંચ(Bribe) લેવાના મામલે ભાજપે એકશન લીધા છે. જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન સરિતા વસાવાને ભાજપ માંથી સસ્પેન્ડ કરાયા છે. તેમને જિલ્લા ભાજપના પ્રમુખે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. તેમની પર ગંભીર પ્રકારનો ગુનો દાખલ થતાં સસ્પેન્ડ કરાયા છે. તાપી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સભ્ય સરિતા વસાવા34 હજારથી વધુની લાંચ લેતા ઝડપાયા હતા.
જેમાં ફરિયાદી પાસે સ્વરક્ષણની તાલીમનું બિલ મંજૂર કરવા લાંચ માંગી હતી. જેમાં એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવીને સરિતા વસાવાના રંગે હાથે ઝડપ્યા હતા. તેમજ તેની બાદ જરૂરી કાયદાકીય પણ હાથ ધરી છે.
ગુજરાતના અને તાપી જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News