Ahmedabad : સેટેલાઇટમાં પૂર્વ એડીશનલ ડીજીપીના પુત્ર સહિત 9 લોકો જુગાર રમતા ઝડપાયા, જુઓ Video
અમદાવાદમાં પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતા પકડાયો છે. સેટેલાઈટ પોલીસના દરોડા પાડ્યાં હતા. જેમાં કુલ 9 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત ઝડપાયો હતો. પોલીસે 77 હજાર રોકડા, 11 મોબાઇલ, સહિત 13.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Ahmedabad : રાજ્યમાં અવારનવાર લોકો જુગાર રમતા ઝડપાય છે. ત્યાં અમદાવાદમાં પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતા પકડાયો છે. સેટેલાઈટ પોલીસના દરોડા પાડ્યાં હતા. જેમાં કુલ 9 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત ઝડપાયો હતો. પોલીસે 77 હજાર રોકડા, 11 મોબાઇલ, સહિત 13.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
તો આ અગાઉ બનાસકાંઠાના વડગામના છાપી ગામમાં પોલીસથી બચવા જતા એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. વડગામના છાપી ગામમાં ચાલતા જુગારધામ પર પોલીસ રેડ કરવા પહોંચી હતી. પોલીસને જોઇ જુગાર રમતા લોકોમાં નાસભાગ મચી હતી. જેમાં એક વ્યક્તિ ભાગતા ભાગતા નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો હતો.
Published on: Sep 08, 2023 07:32 AM
