અમરેલીના(Amreli)જાફરાબાદના ફાસરિયા ગામે સિંહની(Lion)પાછળ કાર દોડાવવી વેપારી યુવાનને ભારે પડી છે. જેમાં જાફરાબાદ વનવિભાગે(Forest Department)ઉનાના કૌશીક સાવલીયા નામના વેપારીને કાર સાથે ઝડપી પાડયો છે.ત્યારબાદ વનવિભાગે કાર ચાલકને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજૂર થયા અને આરોપીને હાલ અમરેલી જિલ્લાની જેલ હવાલે કર્યો છે. 7 એપ્રિલ સુધી આરોપી કૌશીક જેલમાં રહેશે.ઘટનાની વિગત કંઈક આવી છે કે,જાફરાબાદ તાલુકાના ફાસરિયા ગામે યુવકે સિંહ પાછળ કાર દોડાવી વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહ પાછળ કાર દોડાવી સિંહને શેરીઓમાં દોડાવ્યો હતો.જયાં આ ઘટના બાદ વનવિભાગે તપાસ શરૂ કરી હતી.
આ વિડીયો વાયરલ થયા બાદ વનવિભાગ બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ વનવિભાગે સીસીટીવી ફૂટેજ પરથી આરોપી યુવાનની શોધખોળ શરૂ કરી હતી. તેમજ કાર સાથે યુવાનની ધરપકડ કરી હતી. તેમજ તેને વન્ય જીવ સંરક્ષણ કાયદામાં ભંગ બદલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે અદાલતે તેના જામીન ના મંજૂર કર્યા હતા. તેમજ આ કેસની વધુ સુનવણી 7 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં સિંહો જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારો તરફ આવ્યા છે..અમરેલીના ગામોમાં દિન પ્રતિદિન સિંહોના આંટાફેરા વધ્યા હોવાના વીડિયો સામે આવી રહ્યા છે. જો કે લોકો દ્વારા તેની કનડગત કરવામાં ના આવે તે માટે વનવિભાગ વારંવાર લોકોને સમજાવતા હોય છે. જેમાં કેટલાક લોકો સિંહ સાથે સેલ્ફી પણ લેતા હોય છે. જો કે વન્ય પ્રાણી સંરક્ષણ કાયદા મુજબ વન્ય પ્રાણીની કનડગત ફોજદારી ગુના સમાન માનવામાં આવે છે. જેની માટે જેલની સજા પણ ભોગવવી પડે છે.
આ પણ વાંચો : Bhavnagar: આરોગ્ય વિભાગ દ્વારા દવાની ખરીદીના હિસાબમાં ગોટાળો, સ્ટેન્ડિગ કમિટિના ચેરમેને આપ્યા તપાસના આદેશ
આ પણ વાંચો : Rajkot : ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગાંએ ડોક્ટરને લાફા માર્યા , પોલીસ 3 લોકોની ધરપકડ કરી