Aravalli : અણસોલ ચેકપોસ્ટ નજીક ઝડપાયો દારુનો જથ્થો, 22 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 12, 2025 | 2:35 PM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે અરવલ્લીના શામળાજી નજીક દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે અરવલ્લીના શામળાજી નજીક દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. બળતણના લાકડાની આડમાં દારુની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. 12.70 લાખની 8 હજાર 340 દારુની બોટલ કબજે કરાઈ છે. પોલીસે 22.70 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસકર્મીના ઘરેથી ઝડપાયો હતો દારૂ

બીજી તરફ અરવલ્લીના રહિયોલમાં પોલીસકર્મીના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. LCBએ પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી રૂ 1.76 લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસકર્મીના ઘરના રસોડામાંથી વિદેશી દારૂની 2138 બોટલ ઝડપાઇ હતી. LCBએ વિજય પરમારના ઘરેથી રૂ.1.76 લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર દરોડા પહેલા જ ફરાર થઈ ગયો હતો. આ અગાઉ પણ દારૂ કેસમાં વિજય પરમાર ઝડપાઈ ચૂક્યો હતો. વિજય પરમાર પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતો હતો. LCBની ટીમે આરોપી કોન્સ્ટેબલને ઝડપી લેવા તજવીજ હાથધરી હતી.