High Court of Gujarat: ગુજરાતથી વિદેશ જવા નિકળેલા 9 યુવાનો ગુમ થયા હતા જે ઘટના બાદ છેલ્લા 6 મહિનાથી તમામ યુવાનોની કોઇ ભાળ નહીં હોવાનું સામે આવ્યું છે. યુવાનોના પરિવારજનોએ હાઇકોર્ટમાં આ બાબતે અરજી પણ કરી છે. જાન્યુઆરી 2023માં વિદેશ જવા આ તમામ 9 યુવાનો નીકળ્યા હતા. જોકે હાલ સુધી આમાંથી કોઇની ભાળ નથી મળી.
આ પણ વાંચો : અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે થશે ઇન્ટરલોકિંગ કામ, આટલી ટ્રેન સેવાને થશે અસર
એન્ટિગુઆના રસ્તે અમેરિકા તમામ ગુજરાતીઓ જવાના હતા. છેલ્લે 3 ફેબ્રુઆરી 2023એ યુવાનો સાથે થઇ વાતચીત હતી હતી. પરિજનોએ મહેસાણા અને પ્રાંતિજમાં પણ અગાઉ ફરિયાદ કરી હતી. આ સમગ્ર બાબતે રાજ્ય અને કેન્દ્ર સરકાર નક્કર કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી હતી. અરજી બાદ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને અત્યાર સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ આપવા નિર્દેશ કર્યા હતો. ડોમિનિકાથી આગળ જતા હતા તે સમયે છેલ્લી વાત થઈ હતી. કેન્દ્ર સરકાર, ડોમિનિકા સ્થિત ભારતીય દૂતાવાસને પક્ષકાર બનાવાયા છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.