Rain Forecast : ગુજરાતમાં આગામી 2 દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ખાબકશે અતિભારે વરસાદ, જુઓ Video

|

Aug 06, 2024 | 5:00 PM

હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 8 અને 9 ઓગસ્ટે કેટલાંક જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.  8 ઓગસ્ટના રોજ ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન વિભાગે 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી 2 દિવસ રાજ્યભરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસશે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને 5 દિવસ દરિયો ના ખેડવા સૂચના આપી છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે.

Next Video