હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ સહિતના વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ, જુઓ Video
ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. ત્યારે ગરબાડાના મંડી પાણી ફરીવાળ્યા છે. વરસાદી પાણીએ લોકોની હાલાકી વધારી છે. તો મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ઉતર ગુજરાતના પાટણમાં ભારે વરસાદના પગલે જીલ્લાના 56 ગામને એલર્ટ કરાયા હતા તો હોદના ગરબાડાના મંડી ફળિયામાં રસ્તા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
સુરતના બારડોલીના ગાંધી કોલોનીમાં વરસાદી પાણીએ લોકોની હાલાકી વધારી છે. કેટલાક મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. છોટાઉદેપુરના બોડેલીમાં પંચાયતની ઘોર બેદરકારીના પગલે રામનગર સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સોસાયટીના ઘરોમાં પાણી ભરાતા લોકોએ પંચાયતની પ્રિ મોન્સૂન કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો.
આ પણ વાંચો : અરવલ્લીના મોડાસાના બાજકોટ છાપરા ગામનું તળાવ ઉભરાયું, રસ્તા પર પાણી ફરી વળતા મુશ્કેલી-Video
આ તરફ સુરતના ઓલપાડના અટોદરા, સાંધીએર, ટંકરા, માસમા સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. બીજી તરફ છોટાઉદેપુરમાં ભારે વરસાદથી બોડેલી પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા.