Rain Prediction : રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, રાજ્યના 5 જિલ્લામાં જાહેર કરાયું રેડ એલર્ટ, જુઓ Video
રાજ્યમાં વરસાદને લઈને ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. જેમાં વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. તો 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
Rain Prediction : રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હજુ પણ વરસાદને (Rain) લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં વરસાદને લઈને ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. જેમાં વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. તો 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો