Rath Yatra 2023: પ્રથમ વખત હાઇટેક રીતે યોજાશે જગન્નાથજીની રથયાત્રા, 22 KM રૂટનો અભ્યાસ કરી તૈયાર કરાયુ 3D મેપિંગ, જુઓ Video

|

May 19, 2023 | 12:00 PM

અમદાવાદમાં 22 કિલોમીટરની જગન્નાથ રથયાત્રાનાં રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ છે, આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોન મેપિંગથી નજર વચ્ચે સૌ પ્રથમ હાઈટેક રથયાત્રા યોજાશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. પ્રથમ વખત હાઇટેક રીતે જગન્નાથજીની રથયાત્રા યોજાશે. જેમાં 22 કિલોમીટરની રથયાત્રાનાં રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ છે. સાયબર ક્રાઇમ બ્રાંચ અને અનંત યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી રૂટનું 3D મેપિંગ કરાયુ છે. જેમાં આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોન મેપિંગથી નજર રખાશે. કોઈ અનિચ્છનિય બનાવ નહીં બને તેને ધ્યાને રાખી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Rath Yatra 2023: ભગવાનના મામેરાની તડામાર તૈયારીની શરૂઆત, જુઓ PHOTOS

રથયાત્રાનાં રૂટ પર ફેસ ડિટેક્શન અને અન્ય તૈયારીઓ સાથે પોલીસ સજ્જ રહેશે. ક્રાઉડ કાઉન્ટર અને લેઝર ટેક્નોલોજી સાથે રૂટ પર સુરક્ષાની તૈયારી કરાઈ છે. રથયાત્રાનાં રૂટ પર લાઇવ વોચ સાથે સુરક્ષા વધુ મજબૂત બનાવાશે. મહત્વનુ છે કે દર વર્ષે ધામધુમથી આ રથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના માટે આ વર્ષે ભગવાનના નવા રથ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જગતનો નાથ આ વર્ષે નવા રથમાં યાત્રાએ નીકળશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:53 pm, Thu, 18 May 23

Next Video