ઇતિહાસમાં પહેલી વખત સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2810 થયો, આયાતી પામ તેલનો ભાવ વધવાની અસર
પામતેલમાં ગુરુવારે રૂપિયા 40 વધ્યા બાદ શુક્રવારે પણ તેમાં રૂપિયા 40નો વધારો જોવા મળ્યો હતો અને પામતેલનો ભાવ રૂપિયા 2570નો થયો હતો. કપાસિયા તેલમાં પણ ભાવ વધારો આવતા તેનો ભાવ રૂ. 2750 થયો હતો.
પામતેલ (palm oil) માં તેજીના પગલે સિંગતેલ તેલ (groundnut oil) , કપાસિયા તેલમાં ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સિંગતેલનો ભાવ રૂપિયા 20ના વધારા સાથે રૂપિયા 2810 સુધી પહોંચી ગયો હતો. પહેલીવાર એવું બન્યું છે કે, કે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2800થી વધુ થયો હોય. છેલ્લા 5 મહિના ભારતે ઇન્ડોનેશિયામાંથી 5 લાખ ટન પામ તેલ આયાત (import) કર્યું છે. પામતેલ ઇન્ડોનેશિયા ઉપરાંત મલેશિયા, થાઇલેન્ડમાંથી મગાવીએ છીએ. 5 મહિનામાં ઇન્ડોનેશિયા ઉપરાંત થાઇલેન્ડમાંથી 1.94 લાખ ટન, મલેશિયામાંથી 11.52 લાખ ટન આયાત કર્યું છે. કુલ 65 ટકા તેલ આયાત થાય છે, જેમાં પામતેલનો હિસ્સો 32 ટકા ગણી શકાય. પામતેલમાં ગુરુવારે રૂપિયા 40 વધ્યા બાદ શુક્રવારે પણ તેમાં રૂપિયા 40નો વધારો જોવા મળ્યો હતો અને પામતેલનો ભાવ રૂપિયા 2570નો થયો હતો. કપાસિયા તેલમાં પણ ભાવ વધારો આવતા તેનો ભાવ રૂ. 2750 થયો હતો.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે 10 કિલોદીઠ ભાવ સિંગતેલના વધી રૂ.૧1640, કપાસીયા તેલના વધી રૂ.1480, આયાતી પામતેલના વધી રૂ.1290થી 1295, મસ્ટર્ડના રૂ.1370 રહ્યા હતા. દેશમાં આયાત થતા ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યો છે અને તેના પગલે આ ખાદ્યતેલો પરની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવા છતાં બજાર ભાવ સામે હાજર તથા વાયદામાં ઉછળતા રહ્યા હતા.