Dahod : દિવાળી પહેલા ફૂડ વિભાગ એકશનમાં, દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓનું ચેકીંગ હાથ ધરાયું, જુઓ Video

Dahod : દિવાળી પહેલા ફૂડ વિભાગ એકશનમાં, દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓનું ચેકીંગ હાથ ધરાયું, જુઓ Video

| Edited By: | Updated on: Oct 07, 2025 | 3:46 PM

આગામી તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે દાહોદમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે દાહોદમાં દિવાળીના તહેવાર પહેલા મનપા એકશનમાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે.

આગામી તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે દાહોદમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે દાહોદમાં દિવાળીના તહેવાર પહેલા મનપા એકશનમાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે. ત્યારે દિવાળી પહેલા ફૂડ વિભાગ એકશનમાં આવ્યું છે. દાહોદમાં આવેલી ડેરી, સ્વીટ માર્ટ, ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરભરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી મીઠાઈની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાદ્ય પદાર્થોના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા છે. જો કે ફૂડ વિભાગ સક્રિય થતાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે.

સુરતમાં માવાના નમૂના નિષ્ફળ ગયા

બીજી તરફ આરોગ્ય વિભાગે સુરતમાંથી લીધેલા માવાના નમુના નિષ્ફળ ગયા છે. સુરતમાંથી લીધેલા માવાના 19 નમૂનામાંથી એક નમૂનો નિષ્ફળ નીકળ્યો છે. 19 માવા વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવાયા હતા. દુર્લભજી માવા ભંડારના માવાના નમૂના નિષ્ફળ ગયો છે. માવામાં મીલ્ક ફેટનું પ્રમાણ ઓછુ હોવાનું સામે આવ્યું છે. 30 ટકાના બદલે 26 ટકા મીલ્ક ફેટનું પ્રમાણ સામે આવ્યું છે. સામાન્ય માપદંડ કરતા મિલ્ક ફેટનું પ્રમાણ 6 ટકા ઓછું હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.