Ahmedabad Video : સાણંદ તાલુકાના અણીયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનીંગ, આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો

Ahmedabad Video : સાણંદ તાલુકાના અણીયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનીંગ, આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો

| Edited By: | Updated on: Jun 22, 2024 | 11:45 AM

અમદાવાદના સાણંદ તાલુકાના અણીયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનીંગ થયુ હોવાનું સામે આવ્યુ છે. તાત્કાલિક પીડિતોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં વધુ એક વાર ફૂડ પોઈઝનીંગની ઘટના સામે આવી છે.અમદાવાદના સાણંદ તાલુકાના અણીયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનીંગ થયુ હોવાનું સામે આવ્યુ છે. તાત્કાલિક પીડિતોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ખાનગી હોસ્પિટલમાં 6 લોકોને સારવાર માટે ખસેડાયા છે. ત્યારે 12 અસરગ્રસ્તોને બાવળા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડયા છે.

આ ઉપરાંત 10 લોકોને સાણંદ આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા અને 21 લોકોને અણિયાળી ગામમાં જ સારવાર અપાઈ રહી છે. પ્રાપ્તીથતી વિગત અનુસાર ખમણ ખાવાથી ફૂડ પોઈઝનીગ થયું હોવાનું સામે આવ્યુ છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને સાણંદ તાલુકા આરોગ્ય વિભાગની ટીમો અણિયાળી ગામ પહોંચીની ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. સાંજના સમયે એક સાથે કેટલાક લોકોને ઉલટીઓ થવા લાગતા મામલો સામે આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 22, 2024 11:44 AM