Gujarati video : Ice Golaના રસિકો સાવધાન ! મહિના પૂર્વે લીધેલા બરફ ગોળા અને આઇસક્રીમના નમૂના ફેઇલ, જાણો શેની ભેળસેળ સામે આવી
સુરત (Surat) મહાનગરપાલિકાએ એક મહિના અગાઉ બરફના ગોળામાં વપરાતા રંગ અને આઇસ્ક્રીમના નમૂના લીધા હતા. ત્યારે મનપાની ટીમે લીધેલા તમામ 8 નમૂના ફેઇલ થયા છે.
ઉનાળાની ગરમીમાં રાહત માટે લોકો બરફના ગોળા (Ice Gola) કે આઇસક્રીમ ખાવાના આદી હોય છે. જો કે આ બરફના ગોળા, તેમાં નાખવામાં આવતા રંગ અને આઇસક્રીમ સ્વાસ્થ્ય માટે કેટલી યોગ્ય છે તે તો આ સમાચાર સાંભળીને જ તમે જાણી શકો છો. સુરત (Surat) મહાનગરપાલિકાએ એક મહિના અગાઉ બરફના ગોળામાં વપરાતા રંગ અને આઇસ્ક્રીમના નમૂના લીધા હતા. ત્યારે મનપાની ટીમે લીધેલા તમામ 8 નમૂના ફેઇલ થયા છે.
લેબ તપાસમાં ખુલાસો થયો છે કે બરફના ગોળામાં વાપરવામાં આવતા રંગો અખાદ્ય હતા અને આઇસ્ક્રિમમાં પામ ઓઇલ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમે અડાજણ વિસ્તારની જયભવાની ડ્રાયફૂટ અને ધોડદોડ રોડ પર આવેલા જી.બી.ફૂડસમાંથી આઇસક્રીમના લીધેલા નમૂના ફેઇલ થયા છે.
નમૂનો રિપોર્ટ નેગેટિવ આવતા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા બંને વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે અખાદ્ય રંગ અને પામ ઓઇલ મિશ્રિત પદાર્થ આરોગવાથી પેટના રોગ થવાની શક્યતાઓ વધી જતી હોય છે.
તો નમૂનાનો રિપોર્ટ ફેઇલ આવતા, આરોગ્ય સમિતિના સભ્ય દોડતા થયા છે અને બરફના ગોળાની દુકાન પર તપાસ હાથ ધરી છે. આરોગ્ય સમિતિના સભ્યનો દાવો છે કે ભેળસેળીયા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો