પોરબંદર : માધવપુર ઘેડના મેળા માટે જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ

પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અધિકારીઓ નિયુક્તિ કરવામાં આવી છે.

પોરબંદર : માધવપુર ઘેડના મેળા માટે જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ
Porbandar: District administration's preparations for Madhavpur sheep fair
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 8:15 PM

પોરબંદર (Porbandar) જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો (Madhavpur Fair)રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો મહેમાન તરીકે પધારવાના હોય તેમજ મેળામાં આવનાર ભાવિકો પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સમન્વયને જોડતી ગરિમામય સાંસ્કૃતિઓ પણ રજૂ થવાની હોવાથી આ તમામ કાર્યક્રમોને લઈને જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે

મેળામાં લોકસુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તંત્રનો ટીમવર્કથી કર્મયોગ

માધવપુર ઘેડમાં યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ ,પ્રવાસન વિભાગ, ઉદ્યોગ વિભાગ, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય તેમજ અન્ય વિભાગોના સંકલનથી જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા અનુસંગીક વ્યવસ્થાઓ તેમજ માળખાકીય સુવિધાઓ મેળાના આયોજનને લઇને કરવામાં આવી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અધિકારીઓ નિયુક્તિ કરવામાં આવી છે. મેળામાં તા.10 થી તા. 14 સુધી ઉત્તર પૂર્વના રાજયો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક કૃતિઓની ભવ્ય અને દિવ્ય રીતે રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટોલ નિરદર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને બંદોબસ્તની આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળાને રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે પ્રસ્થાપિત કરવા કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય અને ગુજરાતના યુવા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાશે.

માધવપુર ઘેડના મેળાને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડી પ્રવાસીઓને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતોની જાણકારી મળે અને સાથોસાથ સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું નિર્માણ થાય તેવા બહુઆયામી ઉમદા હેતુ માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યાં છે. પ્રવાસીઓને વિવિધ સગવડતા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ભાવનગર : ડુંગળીની આવક વધવાની સાથે ભાવો તળિયે બેસી જતા ખેડૂતો નિરાશ થયા

ગુજરાતમાં કોરોનાના નવા 08 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 73 થઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">