MEHSANA : ઊંઝામાં નકલી જીરું બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ, 3200 કિલો બનાવટી જીરુંનો જથ્થો જપ્ત

MEHSANA : ઊંઝામાં નકલી જીરું બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ, 3200 કિલો બનાવટી જીરુંનો જથ્થો જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 12:46 PM

Cumin Factory : આરોપીઓ વરિયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીથી નકલી જીરું બનાવતા હતા.

MEHSANA : મહેસાણાના ઊંઝાના ગંગાપુર રોડ પરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઈ છે. ગંગાપુર રોડ પર ક્લીનિંગ ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા દરમિયાન નકલી જીરું બનાવાતું હોવાનો પર્દાફાશ થયો. આરોપીઓ વરિયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીથી નકલી જીરું બનાવતા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઘટનાસ્થળેથી કુલ 84 હજાર 800 રૂપિયાની કિંમતનો 3 હજાર 200 કિલોનો જથ્થો જપ્ત કર્યો છે. હાલ બનાવટી જીરું માટે વપરાતા કાચામાલના નમૂનાને પૃથ્થકરણ માટે મોકલી વધુ તપાસ શરૂ કરાઈ છે.

મળતી માહિતી મૂજબ ઊંઝાના ગંગાપુરા રોડ પર આવેલી એક ક્લિનિંગ ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બનાવટી જીરૂ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ફેક્ટરી સંચાલક પટેલ બિનેશને નકલી જીરું બનાવતા રંગેહાથ પકડ્યો હતો. વરિયાળીનું ભૂસુ, ક્રીમ કલરના પાવડર અને ગોળની રસીનું મિશ્રણ કરી તડકામાં સૂકવી જીરુ આકાર અને કલર જેવું બનાવટી જીરૂ બનાવાતું હોવાનું ધ્યાને આવતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી રૂ.84,800નો 3200 કિલો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિલ્હીમાં પણ નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. નકલી જીરું ખાવાથી આરોગ્ય પર ઘણી ખરાબ થાય છે, જેમાં પથરી, પેટમાં દુઃખાવો, ત્વચા સંબંધી સમસ્યા અને કેન્સરનું પણ જોખમ રહે છે. જીરું નકલી છે કે અસલી એ જાણવા માટે તેને પાણીમાં પલાળી રાખવાથી ખબર પડી જાય છે. નકલી જીરુંનો કલર બદલી જશે, જયારે અસલી જીરું તેનો કલર પકડી રાખે છે.

આ પણ વાંચો : AHMEDABAD: ઓમિક્રોનના સંભવિત સંકટ સામે AMC સંચાલિત હોસ્પિટલોમાં 1500 ઓક્સિજન બેડ તૈયાર

આ પણ વાંચો :  ગીર સોમનાથના લોઢવા ગામે માઈનિંગ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, અંબુજા કંપની અને ગુજરાત સરકારને SCએ નોટીસ ફટકારી

g clip-path="url(#clip0_868_265)">