Jamnagar: ભારે વરસાદ બાદ જિલ્લાના ડેમમાં પાણીની સારી આવક, સસોઇ ડેમ છલોછલ

સાર્વત્રિક વરસાદના (Rain) કારણે જામનગર (Jamnagar) જિલ્લાના ડેમોમાં પાણીની ભારે આવક થઇ છે. સસોઇ ડેમ છલોછલ થઇ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 8:00 AM

જામનગરમાં (Jamnagar) છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જામનગર જિલ્લામાં સાર્વજનિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નિકાવા, મોટાવડાલા, જસાપર, નવાગામ સહિતના ગામમાં વરસાદ (Rain) પડ્યો. જ્યારે ઉમરાળા, શિસાંગ સહિત અનેક ગામોમાં વહેલી સવાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. તો સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની ભારે આવક થઇ છે. સસોઇ ડેમ (Sasoi Dam) છલોછલ થઇ ગયો છે.

સસોઇ ડેમ છલોછલ

જામનગર શહેર સહિત 10 ગામને પીવાનું પાણી પુરુ પાડતો સસોઈ ડેમ છલોછલ થયો છે. છેલ્લા 3 દિવસથી ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. સસોઈ ડેમ 22 ફુટની સપાટીએ ઓવરફલો થયો છે. જામનગર અને લાલપુર તાલુકાના 15 ગામને 1 સિંચાઈનુ પાણી પૂરુ પાડશે. તો 10 ગામને 1 વર્ષ સુધી પીવાનું પાણી મળી રહેશે. લાંબા સમય બાદ ડેમ છલકાતાં શહેરીજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. બીજી તરફ જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ 88 ટકા ભરાઇ ગયો છે. રણજીતસાગર ડેમમાં 25 ફૂટની સપાટી સુધી પાણી ભરાઇ ગયુ છે. તથા આગામી સમયમાં વરસાદની આગાહીના પગલે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે.

રાજ્યના ડેમોમાં પાણીની સારી આવક

ધોધમાર વરસાદના કારણે હવે ગુજરાતમાં પાણીની ચિંતા દૂર થઈ છે. રાજ્યના જળાશયોમાં પાણીની ધમધોકાર આવક થઇ છે. જેને કારણે ખેડૂતો સારી રીતે પાક લઈ શકશે. શિયાળુ પાકમાં પણ ફાયદો થશે, તો લોકોને પણ પાણી માટે વલખા મારવા નહીં પડે. ડેમની વાત કરીએ તો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. તો ભાદર અને કડાણા ડેમમાં પણ ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીર આવ્યા છે. જામનગરના ઊંડ-2, ધરોઇ અને ઉકાઇ ડેમમાં પણ સારા પ્રમાણમાં પાણી ભરાયું છે. તો કાળુભાર ડેમ અને ધાતરવાડી ડેમ પણ ઓવરફ્લો થયા છે. જે બતાવે છે કે ગુજરાતને જળની ચિંતા હવે નહીં સતાવે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">