Bharuch: આ વર્ષે કેરીની મીઠાશ માણવા લાંબો સમય જોવી પડી શકે છે રાહ, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:08 AM

ખેતી નિષ્ણાંતો કહીં રહ્યાં છે કે ધુમ્મસ અને ઝાકળ આંબાના મોરમાં ફૂગની બીમારી લગાડે છે. જેના કારણે મોર બિક્સના આગળના તબક્કામાં પ્રવેશવાના બદલે પોષણ ગુમાવી ખરી જાય છે.

ગુજરાત (Gujarat)માં ખેડૂતોને વારંવાર કુદરતનો માર સહન કરવાનો વારો આવે છે. રાજ્યમાં વારંવાર હવામાન (weather)માં બદલાવ આવતો રહે છે. ક્યારેક ધુમ્મસ,કયારેક માવઠુ તો કયારેક વાવાઝોડાના કારણે ખેડૂતો (Farmers)ના પાકને નુકસાન થઇ રહ્યુ છે. ખેડૂતોને ખાસ કરીને હવે કેરી (mango)ના પાકમાં નુક્સાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

રાજ્યમાં વહેલી સવારે ધુમ્મસ અને ઝાકળની વિપરીત અસર ખેડૂતોના પાક પર પડી રહી છે. ખેડૂતોને આ વર્ષે કેરીના પાકમાં નુક્સાન થવાની ભીતિ સેવાય રહી છે. ત્યાં સુધી સ્થિતિ ખરાબ છે કે હોળીની પૂજા માટે પણ કેરી મળવી મુશ્કેલ થઈ પડે તેવુ લાગી રહ્યુ છે. અંકલેશ્વર તાલુકાનો નર્મદા કાંઠાનો વિસ્તાર આંબાવાડીઓ માટે જાણીતો છે. આંબાવાડીના માલિકના જણાવ્યા અનુસાર આંબાઓ ઉપર ફૂગની બીમારી નજરે પડી રહી છે અને મોર બળી જઈ રહ્યા છે. આખું વર્ષ આંબાની માવજત છતાં નુક્સાનીના ઘેરાયેલા વાદળોથી જગતનો તાત ચિંતિત છે.

ખેતી નિષ્ણાંતો કહીં રહ્યાં છે કે ધુમ્મસ અને ઝાકળ આંબાના મોરમાં ફૂગની બીમારી લગાડે છે. જેના કારણે મોર બિક્સના આગળના તબક્કામાં પ્રવેશવાના બદલે પોષણ ગુમાવી ખરી જાય છે. તો રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ બેવડી ઋતુ આંબાને માફક આવતી નથી. નિષ્ણાંતો કહી રહ્યા છે કે જો આ જ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો કેરીની મીઠાશ માણવા લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો-

Ahmedabad: કાંકરિયા તળાવમાં હોરર હાઉસમાં આગ લાગી, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન, જાણો કેટલુ નુકસાન થયુ

આ પણ વાંચો-

Surat: 150 કરોડની GST ચોરી મુદ્દે એક મહિલાની અટકાયત, મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા