Chhota Udepur : કમોસમી વરસાદથી લાચાર બન્યા ખેડૂતો, 2500 વિઘા ખેતરમાં પાણી ઘૂસી જતા પાકને મોટું નુકસાન, જુઓ Video
રાજ્યભરના ખેડૂતોની જેમ જ છોટાઉદેપુરના ખેડૂતો પણ કમોસમી વરસાદથી લાચાર બન્યા છે. સંખેડા તાલુકામાં ડાંગર, કપાસ, તુવેર સહિતના પાક પાણીમાં ડૂબી જતાં પાકને મોટા પાયે નુક્સાન થયું છે. અંદાજે 2500 વિઘા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. મહત્વનું છે કે ખેડૂતોએ દેવુ કરીને પાકને સિંચ્યો હતો પરંતુ કમોસમી વરસાદના લીધે ખેડૂતોના હાલ બેહાલ થયા છે.

ઉલ્લેખનીય છે કે સંખેડા તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે પણ તેમનો પાક નિષ્ફળ ગયો હતો જેના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનું કહેવું છે કે સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં કોઈ સહાય મળતી નથી. તંત્ર હવે સરવે હાથ ધરીને યોગ્ય સહાય કરે અને ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
બીજી તરફ રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીના સરવેની કામગીરી પૂર્ણ થઇ છે. 102 કર્મચારીઓની ટીમ દ્વારા સરવેની કામગીરી કરાઈ. 4 લાખ 30 હજાર હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના 600 કરતા વધુ ગામોમાં સરવે કરાયો. મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયુ. સરવેની કામગીરીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો.