Rajkot Rain Video : જામકંડોરણામાં ઉતાવળી નદીમાં આવ્યુ ઘોડાપૂર, રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબ્યો

| Edited By: | Updated on: Jul 08, 2023 | 1:58 PM

અવિરત મેઘકૃપાના (Rain) પગલે જામકંડોરણામાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના રાયડી ગામ પાસેથી પસાર થતી ઉતાવળી નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. નદીમાં પૂર આવતા રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબ્યો છે.

Rajkot  : રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટમાં હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર મેઘ મહેર ઉતરી રહી છે. અવિરત મેઘકૃપાના (Rain) પગલે જામકંડોરણામાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના રાયડી ગામ પાસેથી પસાર થતી ઉતાવળી નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. નદીમાં પૂર આવતા રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબ્યો છે. જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

આ પણ વાંચો- Vadodara Breaking : કન્સ્ટ્રકશન સાઇટ પરની દિવાલ ધસી પડતા 4 શ્રમિક દટાયા, ઘટનાના CCTV આવ્યા સામે, જૂઓ Video

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો