Vadodara Breaking : કન્સ્ટ્રકશન સાઇટ પરની દિવાલ ધસી પડતા 4 શ્રમિક દટાયા, ઘટનાના CCTV આવ્યા સામે, જૂઓ Video
વડોદરામાં નટુભાઈ સર્કલ નજીક નિર્માણધીન ઇમારતની દિવાલ ધસી પડી હતી. આ દિવાલની માટી નીચે ધસી પડતા 4 શ્રમિક દટાયા છે. આદર્શ હોસ્પિટલ નજીક એક કન્સ્ટ્રકશન સાઇટમાં કામ ચાલી રહ્યુ હતુ જેમાં આ ઘટના બની હતી.
Vadodara : હાલમાં ચોમાસાના સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ છે. જો કે વરસાદી માહોલના કારણે કન્સ્ટ્રકશન સાઇટ (Construction site) પર માટી ધસી જવાની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના વડોદરામાં પણ બની છે. વડોદરામાં નટુભાઈ સર્કલ નજીક નિર્માણધીન ઇમારતની દિવાલ ધસી પડી હતી. આ દિવાલની માટી નીચે ધસી પડતા 4 શ્રમિક દટાયા છે. આદર્શ હોસ્પિટલ નજીક એક કન્સ્ટ્રકશન સાઇટમાં કામ ચાલી રહ્યુ હતુ જેમાં આ ઘટના બની હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. વરસાદના કારણે અચાનક માટી ધસી જતાં 4 શ્રમિકો દટાઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે અચાનક જ માટીનો એક ભાગ ધસીને શ્રમિકો પર પડે છે.
(with input-yunus Gazi,Vadodara)
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
અમદાવાદમાં ડનલોપ સીટ બનાવટી ફેક્ટરીમાં ભીષણ આગ
કચ્છમાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
