Vadodara : યુક્રેનમાં ફસાયેલા પાંચ વિદ્યાર્થીઓ હેમખેમ પરત પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા

| Edited By: | Updated on: Feb 27, 2022 | 7:25 PM

વડોદરા સર્કિટ હાઉસ ખાતે તમામ વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યાં. સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, મેયર કેયુર રોકડીયા અને જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી

Russia Ukraine War : યુક્રેનમાં(Ukraine)  ફસાયેલા વિદ્યાર્થીઓ(Student)  હેમખેમ પરત પોતાના વતન પહોંચ્યાં છે. રોમાનીયાથી આવેલા 18 વિદ્યાર્થીઓને મુંબઇ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસમાં વડોદરા(Vadodara)  લાવવામાં આવ્યાં છે.ત્યારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે તમામ વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યાં. સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, મેયર કેયુર રોકડીયા અને જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.તો બીજી તરફ હજી કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે..જેમના વાલીઓમાં ચિંતા છે..અને પોતાના બાળકને વતન પરત લાવવા માટે સરકારને અપીલ કરી રહ્યાં છે.તો મેયર, સાંસદ અને મંત્રીએ હજી ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની ખાતરી આપી.

ગુજરાતના 584 જેટલા લોકો યુક્રેનમાં ફસાયેલા

જેમાં ગુજરાતમાંથી (Gujarat) યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા યુવાઓ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની(Russia Ukraine War) પ્રવર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયેલા છે.આ યુવાઓને તેમના વતન ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો ફળદાયી રહ્યા છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ(Jitu Vaghani) જણાવ્યું હતું. શિક્ષણમંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી જયશંકરજી અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે.

પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.

એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9-00 થી રાત્રિના 9-00 વાગ્યા સુધી શરુ કરી છે. હેલ્પલાઈન નંબર – 079- 232- 38278. Email – nrgfoundation@yahoo.co.in રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.

આ પણ વાંચો : Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે

આ પણ વાંચો : Panchmahal: હાલોલ ખાતે આવેલ રાધિકા નગર સોસાયટીના 200 ઉપરાંત પરિવારોને રસ્તે રઝળવાનો વારો આવ્યો

Published on: Feb 27, 2022 07:19 PM