Breaking News : રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત, જુઓ Video
દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતમાં 5 ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનના જોધપુરમાં માર્ગ અકસ્માત સર્જાયો છે. તેમાં 5 ગુજરાતીનું મોત થયું છે.
દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતમાં 5 ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનના જોધપુરમાં માર્ગ અકસ્માત સર્જાયો છે. તેમાં 5 ગુજરાતીનું મોત થયું છે.
અકસ્માતમાં 5 ગુજરાતીના મોત
મળતી માહિતી અનુસાર રણુજા જતા મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં અરવલ્લીના 3 અને સાબરકાંઠાના 2 શ્રદ્ધાળુના મોત થયા છે. અકસ્માતમાં 10થી વધુ ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો આ અકસ્માતમાં ધનસુરાના રુઘનાથપુરાના પરિવારના સભ્યોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓ રણુજા જતા હતા તે સમયે અકસ્મતા સર્જાયો છે. રણુજા જતી મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં અરવલ્લીના 3 અને સાબરકાંઠાના 2 શ્રદ્ધાળુના મોત થયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 16, 2025 01:25 PM