અરવલ્લીઃ મતદાનના દિવસે ભાજપના યુવા નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

|

May 08, 2024 | 6:30 PM

અરવલ્લીમાં મતદાનના દિવસે સાંજે મેઘરજ વિસ્તારમાં બાઈક લઈને પીછો કરીને એક ટોળાએ ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ પર હુમલો કર્યો હતો. હુમલાની ગંભીર ઘટનાને પગલે અરવલ્લી એસપી શેફાલી બરવાલ દ્વારા પોલીસને કાફલો ઘટના સ્થળ પર મોકલ્યો હતો. એલસીબી સહિત સ્થાનિક પોલીસની ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી.

સાબરકાંઠા લોકસભાની ચૂંટણીને લોહિયાળ બનાવવા માટે કેટલાક તત્વોએ પ્રયાસ કર્યો હતો. અરવલ્લીમાં મતદાનના દિવસે સાંજે મેઘરજ વિસ્તારમાં બાઈક લઈને પીછો કરીને એક ટોળાએ ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ પર હુમલો કર્યો હતો. હુમલાની ગંભીર ઘટનાને પગલે અરવલ્લી એસપી શેફાલી બરવાલ દ્વારા પોલીસને કાફલો ઘટના સ્થળ પર મોકલ્યો હતો. એલસીબી સહિત સ્થાનિક પોલીસની ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા મંગળવાર રાત્રે જ એક આરોપીને ઝડપી લીધો હતો.

જ્યારે વધુ ચાર આરોપીઓને પણ તપાસ દરમિયાન એલસીબી અને મેઘરજ પોલીસે ઝડપી લઈને તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા હુમલાની ઘટનાને લઈ તેની પાછળ કોણ કોણ સામેલ છે, અને કયા શખ્શોએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો એ દિશામાં તપાસ હાથ ધરી હતી. અરવલ્લી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરતા વધુ ચાર આરોપીઓને ઝડપી લીધા અને અન્ય કયા આરોપીઓ ઘટનામાં સામેલ છે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

હિમાંશું પટેલ દેશની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતના સરપંચ હતા અને તેઓ ભાજપમાં પ્રદેશ સ્તરે યુવા નેતા છે. જેને લઈ તેઓ સાબરકાંઠા લોકસભાની બેઠકની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર સહિત પક્ષની સોંપવામાં આવેલી ફરજ નિભાવી રહ્યા હતા. તેઓ ભાજપના ચૂંટણી એજન્ટ હોવાને લઈ મેઘરજ વિસ્તારમાં હોવા દરમિયાન તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપી

  1. રસિક કાનાભાઈ ડામોર, રહે અજુના હિરોલા, બાંઠીવાડા તા. મેઘરજ, જિ. અરવલ્લી.
  2. નિલેષ માનાભાઈ ચૌહાણ, રહે હીરાટીંબા, બાંઠીવાડા તા. મેઘરજ, જિ. અરવલ્લી.
  3. કમલેશ પ્રતાપભાઈ પરમાર, રહે રોલા તા. મેઘરજ, જિ. અરવલ્લી.
  4. અભિષેક રાકેશકુમાર જૈન, રહે જલધારા, મેઘરજ, જિ. અરવલ્લી.
  5. માધુભાઈ પરથુભાઈ કટારા, ભેમાપુર, તા. મેઘરજ, જિ. અરવલ્લી.

 

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 2080000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video