અમદાવાદમાં દિવાળીના બીજા દિવસે પણ આગની ઘટના યથાવત, કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, જુઓ વીડિયો
અમદાવાદના કાલુપુર રેવડી બજાર વિસ્તારમાં આગ લાગી, મહત્વનુ છે કે દિવાળીના બીજા દિવસે પણ આગની ઘટના યથાવત છે. કમલ રબડીવાળી ગલીમાં આગ લાગી હતી. ચાર જેટલી દુકાનમાં આગ લાગવાની ઘટના બંતા અફરાતફરીનો માહોલ છવાયો છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધારી હતી.
અમદાવાદના કાલુપુરમાં રેવડી બજારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે બારેજા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. શહેરમાં અન્ય કેટલાક સ્થળે ખુલ્લા પ્લોટમાં આગ લાગવાના બનાવ સામે આવ્યા હતા. તમામ જગ્યા પર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી.
આ પણ વાંચો : ચેતજો.. અમદાવાદની રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાં નીકળ્યો જીવતો વંદો, હેલ્થ વિભાગે મોટા દંડ સાથે કરી કાર્યવાહી
અમદાવાદમાં દિવાળીના બીજા દિવસે પણ આગની ઘટના યથાવત છે. દિવાળીના બીજા દિવસે પણ શહેરમાં આગના કોલ મળી રહયા હોવાનું ફાયર વિભાગે જણાવ્યુ છે. પડતર દિવસે પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવતા ફાયર વિભાગ દોડતી થઈ છે. સાંજે છ વાગ્યા બાદ શહેરમાં પાંચથી વધુ સ્થળ પર આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં કાપડ, હેન્ડલુમ સહિતની ત્રણ દુકાનોમાં આગ લાગી હતી.
Published on: Nov 13, 2023 11:14 PM
