Mehsana : છત્રાલ હાઈવે પર ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ, જુઓ Video

Mehsana : છત્રાલ હાઈવે પર ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 22, 2025 | 12:37 PM

મહેસાણાના કડીમાં ગેસ લાઈન લીકેજ થતા આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર કડીના છત્રાલ હાઈવે પર આગ લાગવાની ઘટના બની છે. પાંજરાપોળ નજીક કચરાના ઢગલા નીચેથી પસાર થતી સાબરમતી ગેસ લાઈનમાં આગ લાગી હતી.

ગુજરાતમાં અવારનવાર આગ લગવાની ઘટના બનતી હોય છે. ત્યારે મહેસાણાના કડીમાં ગેસ લાઈન લીકેજ થતા આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર કડીના છત્રાલ હાઈવે પર આગ લાગવાની ઘટના બની છે. પાંજરાપોળ નજીક કચરાના ઢગલા નીચેથી પસાર થતી સાબરમતી ગેસ લાઈનમાં આગ લાગી હતી.

મોડી રાત્રે આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ શ્વાસ લેવામાં પણ સ્થાનિકોને તકલીફ પડી હતી. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને સાબરમતી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત કરી હતી.

સોલાર પ્લાન્ટમાં લાગી આગ

બીજી તરફ દાહોદમાં NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી. દાહોદના ભાટીવાડા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોધરા અને છોટાઉદેપુરના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. જો કે હજી પણ આગ લાગવાનું કારણ અકબંધ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો