Junagadh : કેશોદ પંથકમાં આગ લાગતા ઝૂંપડા બળીને ખાખ ! દૂર-દૂર સુધી જોવા મળ્યો ધૂમાડો, જુઓ Video

Junagadh : કેશોદ પંથકમાં આગ લાગતા ઝૂંપડા બળીને ખાખ ! દૂર-દૂર સુધી જોવા મળ્યો ધૂમાડો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2025 | 1:25 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તેમજ દિવાળીના સમય દરમિયાન કેટલીક વખત ફટાકડાના તણખાના કારણે આગ લાગતી હોય છે. ત્યારે જૂનાગઢમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તેમજ દિવાળીના સમય દરમિયાન કેટલીક વખત ફટાકડાના તણખાના કારણે આગ લાગતી હોય છે. ત્યારે જૂનાગઢમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે.

જૂનાગઢના કેશોદના શેરગઢમાં ઝૂંપડામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ત્યારે કાળી ચૌદશની મોડી રાતે ઝૂંપડામાં આગની ઘટના બની હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યો હતો. જેના પગલે આસપસારના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  મળતી માહિતી અનુસાર આગની દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.

ફટાકડાના તણખાને પગલે આગ લાગ્યાનું અનુમાન

ઉલ્લેખનીય છે કે જૂનાગઢના કેશોદના શેરગઢમાં આગની ઘટના બનતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફટાકડાના તણખાને પગલે આગ લાગ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો