Kheda : નડિયાદમાં સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં લાગી ભીષણ આગ, જુઓ Video

Kheda : નડિયાદમાં સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં લાગી ભીષણ આગ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 06, 2025 | 2:58 PM

ખેડાના નડિયાદમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. નડિયાદમાં સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાથી ઘટના બનતી હોય છે. ત્યારે ખેડાના નડિયાદમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. નડિયાદમાં સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પાન બીડીના દુકાનમાં ભીષણ આગ લાગી હતી. નડીયાદ શહેરમાં ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલી એક દુકાનમાં આગની ઘટના બની હતી. આગના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે.

છત્રાલ GIDCના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ

બીજી તરફ ગાંધીનગરના છત્રાલ GIDCમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.કલોલ, કડી, માણસા, મહેસાણા, ગાંધીનગર અને ONGCના ફાયર ફાઈટરોની મદદ લેવાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા વીજ પુરવઠો બંધ કરાયો હતો. પ્લાસ્ટિક બેગ, બેરલ સહિત સામાન ભરેલી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.