Vadodara : NH 48 પર પુના-અમદાવાદ બસમાં લાગી આગ, 20 મુસાફર હતા સવાર, જુઓ Video

Vadodara : NH 48 પર પુના-અમદાવાદ બસમાં લાગી આગ, 20 મુસાફર હતા સવાર, જુઓ Video

| Edited By: | Updated on: Mar 18, 2024 | 11:58 AM

વડોદરામાં નેશનલ હાઇવે પર બસમાં શોર્ટ સર્કિટ થયાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી ગઇ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ, જો કે આગ લાગી તે સમયે બસમાં 20 મુસાફર સવાર હતા. સદનસીબે આ તમામ લોકોનો બચાવ થયો છે.

વડોદરામાં નેશનલ હાઇવે 48 પર લાકોદરા પાટિયા પાસે બસમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. પુનાથી અમદાવાદ જતી એસી બસમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. આગ લાગી તે સમયે બસમાં 20 મુસાફર સવાર હતા. જો કે ડ્રાયવરની સતર્કતાના કારણે બસમાં સવાર તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Kutch: અંજારના મોચી બજારમાં ઝૂંપડાઓમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો, આગ લગાવવામાં આવી હતી, જુઓ Video

તમામ 20 મુસાફરોને સમયસર બસની નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડ અને ટ્રાફિક પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જે પછી બસની આગ પર કાબુ મેળવાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો