Big News: પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવ્યા, જાણો કેવી રીતે ફૂટ્યું હતું પેપર

| Edited By: | Updated on: Dec 17, 2021 | 11:20 AM

Head Clerk Pape leak: હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે. તો તેમના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસથી આ મુદ્દે કાર્યવાહી થઇ છે. અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Head clerk paper leak: હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે. તો તેમના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસથી આ મુદ્દે કાર્યવાહી થઇ છે. અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 10 વિરુદ્ધ FIR દાખલ કરવાની વાત સામે આવી છે. તો આ 10 આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. આ પેપર લીક કેસમાં નીચે મુજબના કૌભાંડીના નામ સામે આવ્યા છે.

ધ્રુવ પટેલ- હિંમતનગર
મહેશ પટેલ- ન્યૂ રાણીપ, અમદાવાદ
ચિંતન પટેલ- પ્રાંતિજ, વદરાડ ગામ
કુલદીપ પટેલ- કાણીયોલ ગામ, હિંમતનગર
દર્શન વ્યાસ- હિંમતનગર
સુરેશ પટેલ- કુંડોલ ગામ, હિંમતનગર

કેવી રીતે ફૂટ્યું પેપર?

હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે ફાર્મ હાઉસમાં આરોપીઓની મુલાકાત થઈ હતી. ત્યારબાદ આરોપીઓ હોટલમાં જમવા ગયા હતા. હોટલથી ફાર્મ હાઉસમાં પરત ફરી પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. ત્યારે હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર એક જ જિલ્લામાં અલગ-અલગ ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયું હતું. આ અંતર્ગત 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેસ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ મામલો સામે આવ્યો હતો. તો આ મામલે તાત્કાલિક આ બાબતે ગુજરાત અને સાબરકાંઠા પોલીસને આ મુદ્દે તથ્ય જાણવા તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. તો પહેલા દિવસથી તપાસ થઇ રહી હોવાની વાત તેમણે કહ્યું છે., હર્ષ સંઘવીએ કહ્યું કે આ ગુના સાથે સંકળાયેલા આરોપીઓને નાસી જવા તક ના માળે તે માટે વ્યવસ્થા ગૃહ મંત્રાલયે કરી હતી.

પોલીસ વિભાગ દ્વારા 24 થી વધુ ટીમ બનાવાઈ હતી. તો આ મુદ્દે 88 હજાર યુવાનોએ પરીક્ષા આપી હોય. આ યુવાનોના ભવિષ્ય સાથે છેડા ન થાય એ માટે પોલીસે અલગ અલગ કોમેન્ટ આપી. પરંતુ આ કિસ્સા સાથે જોડાયેલા વ્યક્તિ છટકી ના શકે તે માટે કોઈ પણ પ્રકારના નિવેદન વગર આ આરોપીઓને પકડવામાં આવ્યા. અને ઘટનાના પહેલા દિવસથી સંપૂર્ણ કડી સુધી પહોંચવાનું કામ કરવામાં આવ્યું.

 

આ પણ વાંચો: પેપર લીક કેસમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન: પ્રથમ દિવસે જ પકડી લીધા હતા 6 આરોપી, સરકાર વતી નોંધાયો છે કેસ

આ પણ વાંચો: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે થશે શાંત, 19 ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન

Published on: Dec 17, 2021 11:09 AM