Surat Video: હરિયાલ GIDCમાં પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

Surat Video: હરિયાલ GIDCમાં પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 6:47 AM

સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે. હરિયાલ GIDCમાં આવેલી મિલમાં ભીષણ આગ લાગી છે. પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ મચી છે.

Fire : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે. હરિયાલ GIDCમાં આવેલી મિલમાં ભીષણ આગ લાગી છે. પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ મચી છે.

આ પણ વાંચો : Surat: મનપાની જમીનનો દુરુપયોગ, પોલીસ સ્ટેશન બનાવવા ફાળવાયેલી જગ્યા પર ફેલાયુ ગંદકીનું સામ્રાજ્ય- જુઓ Video

ઘટનામાં ત્રણ લોકો દાઝ્યા હોવાની વિગત સામે આવી છે. કલાકો બાદ પણ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે.

તો આ અગાઉ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા અવધ આર્કેડ નામની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જેમાં મેજર કોલ બોલાવવામાં આવ્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">