Gujarati Video : ઓખાથી બેટ દ્વારકા જતી બોટમાં જોખમી મુસાફરી, નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

|

May 29, 2023 | 2:20 PM

બોટની ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડાતા હોવાના વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે દરિયામાં લોકો કેટલી જોખમી મુસાફરી કરી રહ્યા છે.

Okha: ઓખાથી ( Okha )  બેટદ્વારકાની ફેરી બોટમાં નિયમો સરેઆમ ઉલ્લંઘન કરીને મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે. બોટની ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડાતા હોવાના વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે દરિયામાં લોકો કેટલી જોખમી મુસાફરી કરી રહ્યા છે.

આ પણ વાંચો : Surat : વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ લગાવી મોતની છલાંગ, પતિએ દ્વારકા આવવાની મનાઈ કરતા પગલુ ભર્યુ

મુસાફર જેટીના પુલ અને બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોની ભીડ જોવા મળી રહી છે. નિયમોના ઉલ્લંઘનની વાત આટલેથી જ નથી અટકતી ફેરી બોટના સંચાલકો દ્વારા મુસાફરોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આપતા નથી. એકતરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તો બીજી તરફ નિયમો નેવે મૂકીને લોકોને જોખમી મુસાફરી કરાવવામાં આવી રહી છે. રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video