Gujarati Video: રાજકોટમાં ડમ્પરની અડફેટે મહિલા તબીબનું મોત, પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી
રાજકોટમાં ડમ્પરચાલકની અડફેટે મહિલા તબીબનું મોત થયું છે. જો ઘટના વાત કરીએ તો રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસેની છે. જ્યાં ટુવ્હીલર પર જઈ રહેલા ડૉ.આયુષી વડોદરિયાને ડમ્પરચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું છે.
Rajkot : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટમાં પણ બની છે. રાજકોટમાં ડમ્પરચાલકની અડફેટે મહિલા તબીબનું મોત થયું છે. જો ઘટનાની વાત કરીએ તો રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસેની છે. જ્યાં ટુ વ્હીલર પર જઈ રહેલા ડૉ.આયુષી વડોદરિયાને ડમ્પરચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું છે.
આ પણ વાંચો : Rajkot: ત્યાગવલ્લભ સ્વામીના સાગરિત પ્રોફેસર સમીર વૈદ્યની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો ,યુનિવર્સિટી લઇ શકે છે પગલાં
ઘટના બાદ ડમ્પરચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો છે. ઘટનાને લઈ આજીડેમ પોલીસે ફરિયાદ નોંધીને ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ ગઈ કાલે રાત્રે વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક અકસ્માત થયો હતો. બાઈક ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને બંન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.