Rajkot: મહિલા કોન્સ્ટેબલે સિવિલ હોસ્પિટલમાં બ્રધરને લાફો માર્યો, હોસ્પિટલ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો

|

Jan 19, 2022 | 8:31 AM

મહિલા કોન્સ્ટેબલના ખરાબ વર્તનથી ઇમરજન્સી રૂમમાં રહેલા સ્ટાફમાં રોષ ફેલાયો હતો, સમગ્ર ઘટના વાયુવેગે હોસ્પિટલ કેમ્પસમાં ફરી વળતાં તમામ સ્ટાફ પહોંચી ગયો હતો અને હડતાળની જાહેરાત કરી હતી,

સિવિલના મેટ્રને સમજાવતા મામલો થાળે પહોંચ્યો, હોસ્પિટલ સ્ટાફે હડતાળ સમેટી

રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલ (Civil Hospital)નો નર્સિંગ સ્ટાફ મંગળવારે રાત્રે હડતાળ પર ઉતરી ગયો હતો. ઇમરજન્સી રૂમમાં મંગળવારે રાત્રે ફરજ પર રહેલા નર્સિંગ સ્ટાફ યુવકનો હાથ મહિલા કોન્સ્ટેબલ (Female constable)ને અડી જતાં મહિલા કોન્સ્ટેબલે બ્રધરને લાફો મારી દીધો હતો. ઘટનાને પગલે હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો, જોકે બાદમાં તમામ ફરજ પર આવી ગયા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં મંગળવારે રાત્રે બ્રધર તુષાર પટેલ ડ્યૂટી પર હતો. તે સમયે રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ સોનલ કોલ્ડ રૂમમાં એક ડેડ બોડી રાખવાના કામથી ત્યાં પહોંચી હતી, તે વખતે તુષાર પટેલનો હાથ મહિલા કોન્સ્ટેબલને અડી જતાં મહિલા કોન્સ્ટેબલ છંછેડાઇ ગઇ અને છેડતીનો આરોપ મુક્યો હતો, તુષાર પટેલે ભૂલથી હાથ અડ્યાનું કહી માફી માગી પરંતુ મહિલા કોન્સ્ટેબલે જાહેરમાં જ તુષારને લાફો મારી દીધો હતો.

ઘટનાના સાક્ષી ડોક્ટર સહિતના સ્ટાફે તુષાર પટેલથી ભૂલથી હાથ અડ્યાની રજુઆત કરી અને છતાં તેણે માફી પણ માગી લીધી હોવાનું જણાવ્યુ હતુ. તેમ છતા મહિલા કોન્સ્ટેબલે લાફો માર્યાનું કહીને ડોક્ટર સહિતના સ્ટાફે આ બાબતનો વિરોધ કર્યો હતો. સમગ્ર વિવાદને લઈને નર્સિંગ સ્ટાફ પ્રદ્યુમનનગર પોલીસ મથક પણ પહોંચ્યો હતો.

મહિલા કોન્સ્ટેબલના ખરાબ વર્તનથી ઇમરજન્સી રૂમમાં રહેલા સ્ટાફમાં રોષ ફેલાયો હતો, સમગ્ર ઘટના વાયુવેગે હોસ્પિટલ કેમ્પસમાં ફરી વળતાં તમામ સ્ટાફ પહોંચી ગયો હતો અને હડતાળની જાહેરાત કરી હતી, ઘટનાની જાણ થતાં મેટ્રન જાખરિયા સહિતના ત્યાં પહોંચ્યા હતા અને દર્દીઓને ધ્યાને લઇ હડતાળ ન કરવા સમજાવતા તમામ સ્ટાફ ફરીથી કામ પર આવી ગયો હતો. નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું કે, બુધવારે પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવશે.

આ પણ વાંચોઃ

Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા

આ પણ વાંચોઃ

Ahmedabad: માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સતત ઘટાડો, વધુ 29 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

Next Video