10 વર્ષથી વિખુટા પડેલા પિતાનું પુત્ર સાથે પુનર્મિલન, તબીબોના પ્રયાસથી મળ્યો પરિવાર – જુઓ Video
રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્ટાફે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્તરાખંડના ચંપાવતમાંથી આવેલા એક વૃદ્ધ વાસુદેવભાઈ, છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવારથી વિખુટા પડેલા હતા.
રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્ટાફે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્તરાખંડના ચંપાવતમાંથી આવેલા એક વૃદ્ધ વાસુદેવભાઈ, છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવારથી વિખુટા પડેલા હતા. તેઓ ગંભીર હાલતમાં હતા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
દોઢ મહિનાની લાંબી સારવાર બાદ જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમની સારસંભાળ લેનારું કોઈ હતું નહીં. હોસ્પિટલના તબીબોએ વાસુદેવભાઈની માહિતી મેળવીને ઉત્તરાખંડ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેમના પરિવારને શોધવાનું કાર્ય શરૂ કર્યું હતું.
પોલીસ અને તબીબોના પ્રયાસ બાદ તેમના પુત્ર અને ભાઈ સુધી જાણ પહોંચી હતી. જાણ થતાં જ તેઓ તરત રાજકોટ આવી પહોંચ્યા હતા. વાસુદેવભાઈ કાશીના પ્રખ્યાત પંડિત છે અને કોઈ કારણસર છેલ્લા દસ વર્ષથી પરિવારથી છુટા પડ્યા હતા. હોસ્પિટલના પ્રયત્નોથી પુત્ર અને પિતાનું ભાવુક મિલન થયું અને પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલનો દિલથી આભાર વ્યક્ત કર્યો.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
