ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ : તથ્ય પટેલની ‘સાપરાધ મનુષ્યવધ’ કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ : તથ્ય પટેલની ‘સાપરાધ મનુષ્યવધ’ કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

| Updated on: Dec 03, 2025 | 8:31 PM

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધની સાપરાધ મનુષ્યવધની કલમ હટાવવાની અરજી હાઈકોર્ટે મંજૂર રાખી; તથ્ય પટેલની અરજી ના મંજુર કરી કોર્ટમાં આગળની કાર્યવાહી શરૂ રાખી.

ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટ્રાયલ કોર્ટે તથ્ય પટેલ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ (Culpable Homicide Not Amounting to Murder)ની કલમ (IPC 304) હટાવવાની તેની અરજીને ફગાવી દીધી છે. આ કલમ હેઠળ તથ્ય પટેલને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

જોકે, આ જ કેસમાં આરોપી અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધની ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની તેમની અરજીને મંજૂર રાખી છે.

ટ્રાયલ કોર્ટે તથ્યની અરજી ફગાવ્યા બાદ હવે તેની વિરુદ્ધ ટ્રાયલ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ કેસ ગુજરાતના ઈતિહાસમાં સૌથી ચર્ચાસ્પદ કેસો પૈકીનો એક છે, જ્યાં આ ગંભીર કલમ દૂર કરવાની માગણી કોર્ટે ફગાવતાં તથ્ય પટેલને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડશે.

[Input Credit: Ronak Varma]

અમેરિકા અને યુરોપિયન દેશોની ચિંતા વધી, વાંચવા માટે અહીં ક્લિક કરો