સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા સરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ધ્રાંગધ્રામાં 3 અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યાં છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ધ્રાંગધ્રામાં 3 અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં મહિલાને હોસ્પિટલ લઈ જતા સમયે કાર પૂલ પરથી નીચે ખાબકી હતી. કારમાં સવાર પાંચમાંથી 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે.
3 લોકોના ઘટના સ્થળે મોત
ઉલ્લેખનીય છે કે રાતના સમયે મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી. તે દરમ્યાન કાર પૂલ પરથી નીચે ખાબકતા ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયા. જ્યારે કે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અકસ્માત થતા સ્થાનિકો અને પોલીસે આવી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.