Rajkot: ફરાળ અને ફરસાણમાં ભેળસેળ! વોશિંગ પાવડરનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી, આરોગ્ય વિભાગના દરોડા, જુઓ Video

Rajkot: ફરાળ અને ફરસાણમાં ભેળસેળ! વોશિંગ પાવડરનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી, આરોગ્ય વિભાગના દરોડા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 22, 2023 | 5:48 PM

ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરવાથી કેન્સર અને આંતરડામાં ચાંદા પડવાની જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે. મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાન અને ડેરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીતારામ ડેરી અને ભગવતી ફરસાણમાં દરોડો પાડતા ફરસાણ ખાનારા અને ફરાળી આરોગનારા પણ સાંભળીને ચોંકી ઉઠે એવી સ્થિતિ જોવા મળી હતી. શ્રાવણમાં જે લોકો ફરાળી પેટીસને આરોગે છે, એ પેટીસમાં કોર્ન સ્ટાર્ચ વડે બનાવેલ જથ્થો મળી આવ્યો હતો. આમ લોકોની શ્રદ્ધા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી ઉપવાસમાં ફરાળી પેટીસને બદલે મકાઈ કોર્ન આધારીત બનાવીને વેચાણ કરતા હતા. આરોગ્ય વિભાગે હવે આવા જથ્થાનો નાશ કરીને ફરસાણની દુકાનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આરોગ્ય વિભાગના અધિકારી હર્ષદ મહેતાએ TV9 સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, ફરસાણમાં વોશિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનુ પણ મળી આવ્યુ હતુ. ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરવાથી કેન્સર અને આંતરડામાં ચાંદા પડવાની જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે. મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. શહેરમાં પાંચ થી છ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યો હતો. શ્રાવણ માસને લઈ આખો મહિનો આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં હેરિટેઝ માર્ગને લઈ કોર્પોરેટર જ વિરોધમાં ઉતર્યા, મુખ્ય બજારને લઈ વેપારીઓનો રોષ

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 22, 2023 05:47 PM