પાક નુકશાનના વળતર માટે ખેડૂતો આકરા પાણીએ, પાકની નનામી કાઢી નોંધાવ્યો વિરોધ, જુઓ VIDEO

પાક નુકશાનના વળતર માટે ખેડૂતો આકરા પાણીએ, પાકની નનામી કાઢી નોંધાવ્યો વિરોધ, જુઓ VIDEO

| Edited By: | Updated on: Mar 22, 2023 | 12:40 PM

ખેડૂતોએ પાક નુકશાનના વળતર માટે નનામી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.એટલુ જ નહીં ખેડૂતો પોક મુકીને રડતા પણ જોવા મળ્યા હતા.

કમોસમી વરસાદે રાજ્યમાં તારાજી સર્જી છે. આ સ્થિતિમાં પાક નુકશાનના વળતર માટે ખેડૂતોએ જિલ્લા પંચાયતમા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ પાક નુકશાનના વળતર માટે નનામી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.એટલુ જ નહીં ખેડૂતો પોક મુકીને રડતા પણ જોવા મળ્યા હતા. મહત્વનું છે કે,રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે ખેડૂતોના મહામુલ પાકને નુકશાન પહોંચ્યુ છે, ત્યારે હાલ ખેડૂતો સરકાર પર આશ લગાવીને બેઠા છે.

લરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ

રાજ્ય ભરમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી કમોસમી વરસાદની સ્થિતિ છે. ખેડૂતો માટે વરસાદ કહેર બનીને આવ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં માવઠુ થયુ, જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. સૌરાષ્ટ્રથી માંડીને ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકશાન થયુ છે.

ધોરાજી અને સુરેન્દ્રનગરમાં ઘંઉ, એરંડા અને જીરૂ સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે. તો નવસારીમાં બાગાયતી પાક એવા કેરી અને ચીકુના પાકને માવઠાને કારણે માઠી અસર પહોંચી છે. તો આ તરફ સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદે તારાજી વેરી છે.જેથી ખેડૂતો હવે નુકશાન વળતર માટે સરકાર પાસે આશા રાખી રહ્યા છે.

Published on: Mar 22, 2023 12:37 PM