Jamnagar : કાલાવડના બાલંભડી ડેમમાં આવ્યા નર્મદાના નીર, 500થી વધુ ખેડૂતો માટે સિંચાઈનો લાભ લઈ શકશે, જુઓ Video

Jamnagar : કાલાવડના બાલંભડી ડેમમાં આવ્યા નર્મદાના નીર, 500થી વધુ ખેડૂતો માટે સિંચાઈનો લાભ લઈ શકશે, જુઓ Video

| Edited By: | Updated on: Sep 13, 2025 | 2:15 PM

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની જરુર પડે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં નર્મદા નીર વહાવતી સૌની યોજના લિંક-1 મારફતે કાલાવડ શહેરની જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની જરુર પડે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં નર્મદા નીર વહાવતી સૌની યોજના લિંક-1 મારફતે કાલાવડ શહેરની જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે. જેથી શહેરીજનો અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી.

બાલંભડી ડેમ માંથી શહેરને પીવાનું પાણી અને 500 થી વધુ ખેડૂતો ને સિંચાઈનું પાણી મળશે. ખરા સમયે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સૌની યોજનાથી તાલુકાના જસાપર, જીવાપર, બાલંભડી, ખાખરીયા, ખીજડિયા, સરવાણીયા સહિતના ગામોને સિંચાઇનું પાણી મળશે.

ઉલ્લેખનીય છે કે જામનગરના કાલાવડના બાલંભડી ડેમમાં નર્મદાના નીર આવ્યા છે. કાલાવડ શહેર અને 500થી વધુ ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સૌની યોજનાથી તાલુકાના જસાપર, જીવાપર, બાલંભડી, ખાખરીયા, ખીજડિયા, સરવાણીયા સહિતના ગામોને સિંચાઇનું પાણી મળશે. ખેડૂતોને સિંચાઈનું પુરતુ પાણી મળશે જેના કારણે પાકનું સારું ઉત્પાદન કરી શકાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો