Surat માં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને ભાવિકોમાં ઉત્સાહ , કાર્યક્રમ સ્થળે પહોંચવાની શરૂઆત, જુઓ Video

Surat માં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને ભાવિકોમાં ઉત્સાહ , કાર્યક્રમ સ્થળે પહોંચવાની શરૂઆત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 12:13 PM

આ દરબારમાં આવનારા લોકો માટે બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકો બાબા બાગેશ્વરમાં રહેલી આસ્થાને પગલે અલગ અલગ સ્થળેથી અહિયાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ બે દિવસના દિવ્ય દરબાર 2 લાખથી પણ વધારે લોકો સામેલ થાય તેવું અનુમાન છે.

Surat: સુરતમાં(Surat) આજે બાબા બાગેશ્વર (Baba bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં સાંજે 5 વાગેથી દરબારની શરૂઆત થવાની છે. જેમાં હાજર રહેવા લોકો ગુજરાતના અલગ શહેર ઉપરાંત અન્ય રાજયમાંથી પણ અહિયાં આવ્યા છે. જો કે આયોજકો દ્વારા બાબાના દિવ્ય દરબાર માટે બે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં એક મુખ્ય સ્ટેજ છે. જ્યારે તેની બાજુના અન્ય એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે.

જ્યારે આ દરબારમાં આવનારા લોકો માટે બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકો બાબા બાગેશ્વરમાં રહેલી આસ્થાને પગલે અલગ અલગ સ્થળેથી અહિયાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ બે દિવસના દિવ્ય દરબાર 2 લાખથી પણ વધારે લોકો સામેલ થાય તેવું અનુમાન છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 26, 2023 11:59 AM
g clip-path="url(#clip0_868_265)">