Kutch: નર્મદાના અટકી ગયેલા કામોને લઈને ખેડૂતો આકરા પાણીએ, જિલ્લા કિસાનસંઘના નેજા હેઠળ શરુ કર્યા ધરણા

|

Jan 03, 2022 | 2:45 PM

ખેડૂતો દ્વારા લાંબા ગાળાના વિરોધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. કચ્છના દરેક તાલુકા મથકોએ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. ભૂજમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો હતો.

કચ્છ (Kutch)માં નર્મદાના અટકી ગયેલા કામોને લઈને ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા. ખેડૂતો (Farmers)એ ભૂજ (Bhuj)માં મોટી સંખ્યામાં એકઠા થઈને નર્મદાના સિંચાઈના પાણી સહિત વિવિધ મુદ્દાઓેને લઈને વિરોધ (Protest) દર્શાવ્યો. ખેડૂતોએ અનેક રજૂઆત કરવા છતા માત્ર આશ્વાસનના વચનો અપાતા ખેડૂતોએ કચ્છ જિલ્લા કિસાનસંઘના નેજા હેઠળ દરેક તાલુકામાં ધરણા શરુ કર્યા છે.

ખેડૂતોના વિરોધનું કારણ

ખેડૂતોએ એકઠા થઈને રજૂઆત કરી છે કે નર્મદાની પરિયોજના કચ્છને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. નર્મદા ભલે ગુજરાતમાં જીવાદોરી સમાન મનાતી હોય, પરંતુ કચ્છના ઘણા વિસ્તારોમાં હજુ પણ નર્મદાના સિંચાઈનું પાણી મળતુ નથી, સરકારે નર્મદાના કામો માટે ભલે રકમની ફાળવણી કરી દીધી હોય, પરંતુ જે વર્ક ઓર્ડર આપવાના હોય તેને સત્તાધિક મંજુરી આપી નથી.

જેને કારણે હાલમાં કચ્છમાં ઘણા તાલુકાઓમાં કામો અટકી ગયા છે. હાલ માત્ર ભચાઉ અને રાપર તાલુકાના કેટલાક વિસ્તારોમાં જ પાણી મળી રહ્યુ છે. આ સંદર્ભે ખેડૂતોએ અનેક ધરણા પ્રદર્શન કર્યા, ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી પણ તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો દ્વારા લાંબાગાળાના વિરોધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. કચ્છના દરેક તાલુકા મથકોએ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. ભૂજમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતો પોતાની કેટલીક માગોને લઈને ધરણા પર ઉતર્યા છે.

શું છે ખેડૂતોની માગ?

આ માગોની વાત કરીએ તો હોર્સ પાવરથી વીજળી આપવાનું ફરજીયાત કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે. યુરિયા ખાતરની માગ કચ્છના ઘણા વિસ્તારોમાંથી દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ખેડૂતોનો સૌથી મોટો મુદ્દો ‘નર્મદા બચાવો અને કચ્છ બચાવો’ છે.

આ પણ વાંચોઃ પાવાગઢ ખાતે પરિક્રમા યાત્રાનો પ્રારંભ, બે હજાર ભકતોએ ઓનલાઇન નોંધણી કરાવી

આ પણ વાંચોઃ Surat : પ્રિકોશન ડોઝ માટે 10 જાન્યુઆરીએ 44,435 લોકો રજીસ્ટર્ડ, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા

Next Video