બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત, વળતરની રકમ નક્કી કરવાની ઉગ્ર માગ

|

Feb 13, 2023 | 9:44 PM

Banaskantha: હવે દિયોદરમાં પણ ભારતમાલા પ્રોજેક્ટ સામ ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે માટે સર્વેની કામગીરી હાથ ધરાતા ખેડૂતો રોષે ભરાયા છે અને મામલતદારને આવેદનપત્ર આપી વળતરની રકમ નક્કી કરવાની માગ કરી છે.

બનાસકાંઠાના દીયોદરમાં પણ ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે માટે વળતરની રકમ નક્કી કર્યા વિના ખેતરમાં સર્વેની કામગીરી હાથ ધરાતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવી માગ કરી છે કે જ્યાં સુધી વળતરની રકમ નક્કી ન થાય ત્યાં સુધી રોડની કામગીરી આગળ વધારવામાં ન આવે. એટલું જ નહીં મામલતદાર તાત્કાલિક વળતરની રકમ નક્કી કરે તેવી પણ માગ કરી છે.

વળતરની રકમ નક્કી ન કરતા વિરોધ

ખેડૂતોનો આરોપ છે કે રોડમાં કપાત જતી જમીનના વળતર અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્રએ હજી સુધી રકમ નક્કી કરી નથી. સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટુંક સમયમાં વળતરની રકમ નક્કી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarati Video: બનાસકાંઠામાં થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વેની સર્વેની કામગીરી બંધ કરવાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

વળતર મુદ્દે વિરોધમાં ઉતરેલા ખેડૂતોએ મામલતદાર કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને આવેદન આપી વળતરનો ખૂલાસો કરવા રજૂઆત કરી હતી. વળતરની રકમ નક્કી કર્યા બાદ રોડની પ્રક્રિયા આગળ વધારવા માગ કરી હતી. ખેડૂતોની વાત નહીં માનવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ અગાઉ પણ બનાસકાંઠામાં થરાદ- અમદાવાદ એક્સપ્રેસ વેની સર્વેની કામગીરી બંધ કરવાની માગ સાથે ખેડૂતો વિરોધ પર ઉતર્યા હતા. દિયોદર તાલુકાના સરદારપુરા, જસાલી સહિતના ગામોના ખેડૂતો સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો. ભારતમાલા પ્રોજેક્ટ અંતગર્ત સર્વેને બંધ કરવાની માગ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતુ.

Next Video