રાજકોટના ઉપલેટામાં ખેડૂતોની મુશ્કેલી વધી, કેનાલ સાફ કર્યા વિના પાણી છોડાતા પાકને નુકશાનની ભીતિ

|

Dec 12, 2021 | 5:32 PM

ઉપલેટાના અહીં ખેતરોમાં આ ગંદા પાણી ફરી વળ્યા છે. મોજ ડેમની D2 કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવાતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સર્જાઈ છે.

ગુજરાતમાં(Gujarat)રાજકોટના(Rajkot)ઉપલેટામાં(Upleta)કંઈક એવું જ બન્યું સરકારી અધિકારીઓની ધરાર બેદરકારીને કારણે હવે ખેડૂતોને(Farmers)પાકનું નુકસાની થાય એવી ભીતિ છે.જેમાં ઉપલેટામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોજ ડેમની D2 કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડાયું છે. તેમજ સફાઈ કર્યા વગર કેનાલમાં પાણી છોડાતા પાક નુકસાનની ભીતિ સેવાય રહી છે.

જેના લીધે ઉપલેટાના અહીં ખેતરોમાં આ ગંદા પાણી ફરી વળ્યા છે. મોજ ડેમની D2 કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવાતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સર્જાઈ છે. જ્યારે સફાઈ કર્યા વગર કેનાલમાં પાણી છોડી દેવાતા ખેડૂતો રોષમાં છે.

તેમનું કહેવું છે કે સાફ સફાઈ વગર કેનાલમાં પાણી છોડી દેવાતા ગંદુ પાણી તેમના ખેતરમાં ફરી વળશે અને જો આવું થશે તો ઘઉંના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોની માગણી છે કે, તાત્કાલિક કેનાલમાં સફાઈ કરવામાં આવે જેથી પાણી ન છલકાય અને તેમનો પાક બચી જાય.

ખેડૂતોનો આક્રોશ છે કે એક તો માવઠાનો માર સહન કર્યો અને હવે નવી માનવસર્જીત મુસીબત ઉભી થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જેમાં ધરતીપૂત્રોની માગ છે કે તંત્રના અધિકારીઓ કાનમાં રૂના પૂમડા નાખીને બેસી રહેવાને બદલે ખેડૂતોની ફરિયાદ સાંભળે અને તાત્કાલીક આ સમસ્યાનો ઉકેલ લાવે.

આ પણ વાંચો : અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે

આ પણ વાંચો : SURAT : બારડોલી અને પલસાણા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, 3 નાના બાળકો , 8 જેટલા પુરુષ-મહિલાઓને ઝાડા-ઉલ્ટી

Next Video