ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? કલેક્ટરે આપ્યા તપાસના આદેશ, જુઓ વીડિયો

|

Jul 14, 2024 | 6:00 PM

બાજરીને ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાના સવાલ ઉઠાવ્યા છે. રાજસ્થાન અને માર્કેટયાર્ડથી બાજરી ખરીદીને તે સસ્તી બાજરીને ટેકાના ભાવે વેચવામાં આવે છે. બનાસકાંઠા ક્લેકટરે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે ખેડૂતોને બદલે ખોટી રીતે વેચાણ કરવામાં આવ્યું હશે એમ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોએ મોટો આરોપ મુક્યો છે. અહીં બાજરીનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ડીસા માર્કેટયાર્ડના કેટલાક ડીરેક્ટરોની મિલીભગત વડે બાજરીને ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાના સવાલ ઉઠાવ્યા છે. રાજસ્થાન અને માર્કેટયાર્ડથી બાજરી ખરીદીને તે સસ્તી બાજરીને ટેકાના ભાવે વેચવામાં આવે છે.

સરકાર દ્વારા ટેકાનો ભાવ બાજરી માટે પ્રતિ મણ 560 રુપિયા જાહેર કરવામાં આવ્યો છે. જેની ખરીદી રાજ્યનું અન્ન અને પુરવઠા નિગમ કરે છે. જોકે બજારમાં આ ભાવ હાલમાં 400 થી 425 રુપિયાની આસપાસનો છે. આમ સસ્તી બાજરીને ટેકાના ભાવે વેચવામાં આવતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. 399 ખેડૂતોએ ટેકાના ભાવે બાજરી વેચી હોય એ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. બે અલગ અલગ ટીમો દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ માટે બનાસકાંઠા ક્લેકટરે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે ખેડૂતોને બદલે ખોટી રીતે વેચાણ કરવામાં આવ્યું હશે એમ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:03 pm, Sun, 14 July 24

Next Video